જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
ગઢડા તાલુકાના રળિયાણા ગામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતી શિબિર સંપન્ન
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ વિશેષ ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા ખેડૂત શિબિરમાં નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.એફ.વાળા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્મા શ્રી જયેશભાઇ કહોદરિયા તથા બીઆરએસ કોલેજ- ગઢડાના આચાર્યશ્રી લાલજીભાઈ સહિતના અધિકારીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિના દરેક આયામો અને બાગાયત સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી આ તાલીમ શિબિરમાં રળીયાણા ગામના તેમજ આસપાસના ગામોના ખેડૂત માસ્ટર ટ્રેનર રેખાબેન, યોગેશભાઈ ડેર તેમજ મહેન્દ્રભાઈએ પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવોનું આદાન-પ્રદાન કરી અન્ય ખેડૂતોને આ પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સમગ્ર તાલીમ શિબિરના આયોજન માટે સ્થાનિક અગ્રણી કરશનભાઈ, વિસ્તરણ અધિકારી અમીબેન, આત્મા પ્રોજેક્ટના ખટાણા ભાઈ, ગ્રામસેવક સંજયભાઇ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.