ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો હિસ્સો તૂટ્યો કોન્ટ્રાકટર ઉપર ઉઠયા અનેક સવાલ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માચી પર બની મોટી દુર્ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત અને અન્ય યાત્રિકો ઇજાગ્રસ્ત થયા
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો અર્ધ હિસ્સો તૂટી પડતાં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા 8 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઉભા હતા એ જ સમયે દુર્ઘટના સર્જાતા 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા
રિપોર્ટ- વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.