મહેશ્વરી ક્રેકર્સમાં આગ લાગવાના બનાવ અનુસંધાને ગુન્હાના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી.
મહેશ્વરી ક્રેકર્સ ( ફટાકડાના ગોડાઉન ) માં આગ લાગવાનો બનાવ બનેલ જે બનાવ આધારે આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શના સુચનાઓ આપેલ હતી . જે આધારે શ્રી કે.ડી.ગોહીલ , પોલીસ ઇન્સપેકટર , એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી / કર્મચારીઓને જિલ્લામાં મહેશ્વરી ક્રેકર્સ ( ફટાકડાના ગોડાઉન ) માં આગ લાગવાનો બનાવ બનેલ જે બનાવ આધારે આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપેલ હતી . જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે જતાં બાતમી હકીકત મળેલ કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નંબર . ૧૧૧૮૮૦૦૯૨૩૦૨૦૧/૨૦૨૩ ઇ.પી.કો .૩૦૪ , ૨૮૫,૨૮૬,૧૧૪ મુજબ તથા એક્સપ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ ૯ - બી મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી દેવકીનંદન તુલજારામ શાહ ઉ.વ .૬૧ રહે . મ.નં .૫ / ૬ વ્રજ વિહાર સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી વાળા ઇસમની વોચમાં ઉભેલ હતા દરમ્યાન સદરી ઇસમ આવતા તેને પકડી લઇ તેનુ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ દેવકીનંદન તુલજારામ શાહ ઉ.વ .૬૧ રહે . મ.નં .૫ / ૬ વ્રજ વિહાર સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લીનુ હોવાનુ જણાવતો હોય તેમજ સદરી ઇસમ ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાવતો હોય જેથી સદરી ઇસમ વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી - દેવકીનંદન તુલજારામ શાહ ઉ.વ .૬૧ રહે . મ.નં .૫ / ૬ વ્રજ વિહાર સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.