કાલે ચૂંટણી, વર્તમાન ચેરમેન જાડેજા અને પૂર્વ મંત્રી રૈયાણી વચ્ચે જંગ, રિપીટ થિયરીની શક્યતા
એશિયાના સૌથી મોટા સહકારી સંઘ ગણાતા રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને વાઈસચેરમેન પદ માટેની આવતીકાલે ચૂંટણી થવાની છે જેને લઇ છેલ્લી ઘડી સુધી રાજકોટ જિલ્લાના સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ લોબિંગ કરી રહ્યા છે. રાજકોટ લોધીકા સંઘના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે મહદ અંશે રાજકોટ સહકારી ડેરીની જેમ રાલો સંઘમાં પણ રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.