ગોલા અને કેરીમાં મિલાવટ કરતા ધંધાર્થીઓની ખેર નથી ! રાજકોટ મનપાની ફૂડ શાખાએ કરી લાલ આંખ
હાલ ગોલા અને કેરીમાં પણ મિલાવટ થતી હોવાનું સામે આવે છે. એસન્સ અને કલર નાખીને લોકોને આ કેરી અને ગોલા પીરસવામાં આવે છે. ત્યારે કેરી અને ગોલામાં મિલાવટ કરતા ધંધાર્થીઓની હવે ખેર નથી. રાજકોટ મનપાની ફૂડ શાખાએ આ પ્રકારના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી છે અને મિશ્રણ કરતા ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અને ચેકીંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, ઉનાળો શરૂ થાય એટલે મનપા અલગઅલગ ખાદ્યચીજોનું વેંચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે આ ઉનાળામાં પણ સૌથી વધુ ખવાતી કેરી અને ગોલાના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ગોલાના નાના-મોટા મોટાભાગના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરાયું છે અને ગોલામાં નાખવામાં આવતા શરબત, મલાઈ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યા છે. આ સાથે કેરીનું વેંચાણ કરતા મોટા 6-7 ધંધાર્થીઓને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી હતી અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. કાર્બાઇડથી પકવેલી કેરી આંતરડા અને કિડનીને નુક્સાન પહોંચાડે છે. તેમ છતાં પણ નફો મેળવવાની લાયમાં અમુક ધંધાર્થીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જરા પણ અચકાતા નથી. આવા ધંધાર્થીઓને ત્યાં મનપાની ફૂડ શાખાએ તવાઈ બોલાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.