ધરમ કરતાં ધાડ પડી:જેને લિફ્ટ આપી તે ગઠિયો નીકળ્યો!: બાઈક ચાલકના ગળા પરથી સોનાનો ચેઇન ઝુંટવી થયો ફરાર
નંદનવન સોસાયટીમાં રહેતા અને ક્ધટ્રક્શન કોન્ટ્રાક્ટરનું કામ કરતા જીગ્નેશભાઇ મધુસુદનભાઇ ચાવડા(કડીયા)(ઉ.વ.47)ને નૂતન હોલ પાસે એક અજાણ્યા શખ્સને પોતાની બાઇકમાં લિફ્ટ આપી કેકેવી ચોકથી આગળ શેરીમાં ઉતાર્યા બાદ જીગ્નેશભાઈ કાંઈ સાંજે તે પહેલાં જ ગઠિયો સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી ગયો હતો.જીગ્નેશભાઈએ આરોપીનો પીછો કર્યો પરંતુ પકડાયો નહોતો બાદમાં માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જીગ્નેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરીવાર સાથે રહું છું અને હું કાલાવડ રોડ ઉપર આવેલુ નોબલ હાઉસમાં સુપરવાઇઝર તરીકે ની નોકરી કરૂ છું.તા:27/03 ના રાત્રીના મારા કંસટ્રેશન ના કામેથી ઘરે જવા માટે મારુ બાઇક લઈ નુતન હોલ પાસે પહોચતા એક શખ્સ રોડ ની સાઇડ માં ઉભો હતો અને જેણે લીફ્ટ માંગવા માટે હાથ આડો કરતા મેં મારુ બાઇક ઉભુ રાખી અને આ શખ્સ એ પીળા કલરનો અડધી બાયનો ચેક્સવાળો શર્ટ તથા નીચે ગ્રે કલર જેવુ પેન્ટ પહેર્યું હતુ અને જે દેખાવે પાતળો અને આશરે 25 થી 27 વર્ષ ની ઉંમર નો હતો જેણે મને જણાવ્યું કે,મારે કે.કે.વી. હોલ સુધી જવુ છે જેથી મને ત્યાં સુધી બેસાડો જેથી મેં હા પાડતા આ શખ્સ બાઇક લઈ પાછળની સીટ પર બેઠો હોય અને ત્યારબાદ કે.કે.વી હોલ પાસે પહોંચતા આ શખ્સ ને મેં ઉતરવાનુ જણાવતા તેણે મને કહેલ કે,અહીં મારે બે શેરી આગળ જવુ છે તો ત્યાં સુધી લઇ જેથી મેં 150 ફુટ રીંગ રોડ પર આગળ બે શેરી જઇ મારુ બાઇક ઉભૂ રાખતા આ શખ્સને ઉતરવાનુ કહ્યું હતું.
બાદ આ શખ્સે ઉતરીને તુરત જ મારા ગળામાં રહેલ ચેઇન આશરે બે તોલાનો આશરે રૂ.45,000 ને આંચકી અને ઝોંટ મારી હતી તે લઇને નાસી ગયો હતો અને બાદમાં હું તરત તેની પાછળ થોડે સુધી દોડ્યો હતો અને બાદમાં આ શખ્સ ક્યાંય મળી નહીં આવતા 100 નંબરમાં કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.