સાયલા માં ગ્રામ પંચાયત સરપંચ તથા સદસ્ય દ્વારા શ્રી મદ ભાગવત કથા નું આયોજન કરાયું.
સાયલા ના સરપંચ અજયરાજસિંહ ઝાલા ને અનોખી વિચાર શક્તિ થી ગ્રામપંચાયત નાસરપંચ તથા સદસ્ય દ્વારા સાયલા મહાજન પાંજરાપોળ 2000 થી વધુ પશુઓના લાભાર્થે તથા કોરોના કાળ માં મૃત્યુ પામેલ સદ્દગત આત્માઓના મોક્ષાર્થે પૂજ્ય લાલજી મહારાજ ની જગ્યામાં ગોપાલ ભુવન ખાતે તા, 22/3/2023 થી 28/3/2023 સુધી શ્રી મદ ભગવત કથા નું આયોજન કર્યું હતું. જેમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી પરેશભાઈ રાવલ ના મુખથી અમૃતવચન દ્વારા ભગવત સપ્તાહ નું સુંદર રસપાન કરાવે છે. ભગવત કથા માં આવતા પ્રસંગો માં, પોથીયાત્રા બાદ કપિલ જન્મ, વામન જન્મ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ, જેવા પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા, સંતો ના સાનિધ્ય માં ધર્મસભા, નામી કલાકારો દ્વારા સંતવાણી જેવા કાર્યક્રમ યોજાયા હતા.
સાયલા ગ્રામપંચાયત દ્વારા ભગવત કથા દરમ્યાન લાલજીમહારાજ ની જગ્યાના મહંત દુર્ગાદાસ બાપુ સહીત ગામલોકો, દ્વારા સાથ સહકાર સાથે કથા દરમ્યાન અવિરત સેવા આપેલ હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.