મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં રૂ. ૩૨૧.૭૬ કરોડના ખર્ચે ૩૨૮ રસ્તાનાં કામો મંજૂર કરાયા; ૪૯૪ ગામોને મળશે લાભ* - At This Time

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં રૂ. ૩૨૧.૭૬ કરોડના ખર્ચે ૩૨૮ રસ્તાનાં કામો મંજૂર કરાયા; ૪૯૪ ગામોને મળશે લાભ*


*મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં રૂ. ૩૨૧.૭૬ કરોડના ખર્ચે ૩૨૮ રસ્તાનાં કામો મંજૂર કરાયા; ૪૯૪ ગામોને મળશે લાભ*
******
*બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ*
******
રાજ્યના બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ ૩૨૮ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ ૪૯૪ ગામને જોડતા આ ૩૨૮ રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૩૨૧.૭૬ કરોડની અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂ. ૧૧૩.૮૭ કરોડની રકમના ૧૩૮ રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનો ૨૩૧ જેટલા ગામને લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬-૧૭થી રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યનાં તમામ ગામડાઓને અન્ય શહેરો અને ગામડાઓ સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે માર્ગ નિર્માણ કરવાનો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા માર્ગને પાકા બનાવવા, રસ્તાને રીસરફેસિંગ કરવા તથા રસ્તાને પહોળા બનાવવા જેવાં કામો હાથ ધરી ગામડાના રસ્તાઓનું શહેરો સાથે જોડાણ કરવામાં આવે છે. જેથી ગામડાઓની આર્થિક અને સામાજિક પ્રગતિ પણ સુનિશ્ચિત કરી શકાય છે અને ગ્રામવિકાસ હાથ ધરી શકાય છે.
******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.