જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા ફટકારતી કોર્ટ - At This Time

જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા ફટકારતી કોર્ટ


જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા ફટકારતી કોર્ટ

જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા ફટકારવામાં આવેલ. આ કેસની હકીકત મુજબ આ કામના તહોમતદારે ફરિયાદી પાસેથી છેલ્લા એક દોઢ વર્ષથી મોટાદડવા ગામમાં તેઓની એકલવ્ય માર્કેટિંગ નામની પેઢી મારફતે મગફળીની ખરીદી કરી વેપાર કરતા હતા. આરોપીએ તેઓની પાસેથી ૨૫/૧૦/૨૦૧૮ , ૨૭/૧૦/૨૦૧૮ , ૨૯/૧૦/૨૦૧૮ ના રોજ એમ ત્રણ વખત માલ મંગાવેલ હતો. જે માલ કુલ રૂપિયા ૫,૭૦,૮૬૭ ,/- નો હતો. ફરિયાદીએ આરોપી પાસેથી પૈસાની માંગણી કરતા આરોપીએ ફરિયાદીને બેંક ઓફ ઇન્ડિયા જસદણ બ્રાન્ચનો ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાના બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને લીધે ચેક પરત ફરેલ. જેથી ફરિયાદીએ આરોપીને લીગલ નોટિસ આપેલ અને ત્યારબાદ આરોપીએ રકમ ન ચૂકવતા ફરિયાદીએ ચેક રિટર્નની ફરિયાદ જસદણ નામદાર કોર્ટમાં કરેલ. જસદણ નામદાર મહેરબાન જજ શ્રી પી. એન.નવીન સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી, જસદણ કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા ફટકારેલ છે. જેથી જસદણ - વિછીયા શહેર અને તાલુકાના વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.