સરદારધામ –રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વર્ગો યોજાશે - At This Time

સરદારધામ –રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વર્ગો યોજાશે


સરદારધામ –રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વર્ગો યોજાશે

રાજકોટ. સરદારધામ –રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ તાલીમ તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી આપવામાં આવે છે. સરદારધામ – રાજકોટના તાલીમ વર્ગમાં દરરોજ સિલેક્ટેડ ટોપિક પર માર્ગદર્શન, સ્વ ચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, મેઈન્સ પેપર માટે આન્સર રાઇટીંગ, ઈન હાઉસ લાઈબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
સરદારધામ – રાજકોટ ખાતે તાલીમ મેળવી ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ સરકારશ્રીના વિવિધ વિભાગોમાં હાલ ફરજ બજાવી રહ્યા છે.
સરદારધામ – રાજકોટ ખાતે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., સિવિલ જજ, જનરલ ક્લાસ - ૩ની નવી બેચ અંદાજિત તા ૨૫/૦૩/૨૦૨૩ થી શરૂ થવા જઈ રહી છે. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા, માર્ગદર્શક સિવિલ સર્વિસ કેન્દ્ર શૈલેષભાઈ સગપરીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુભાષભાઈ ડોબરિયા, સમાજ સેતુ સમિતિ સભ્ય શ્રી પ્રો. ડૉ. જે. એમ. પનારા સર અને શ્રી સી. એમ. વરસાણી સર(Retd D.C.F), કો-ઓર્ડિનેટર લવદીપભાઈ આંબલીયા એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નવી શરૂ થતી બેચમાં જોડાવવા માટે અનુરોધ કર્યો છે.
ઇચ્છુક વિદ્યાર્થીઓ વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૭૫૭૫૦૦૯૭૯૬ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.