સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો.
તા.15/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ અને વોલ્વો બસની સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને આજ રોજ સુરેન્દ્રનગર ડેપો ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન ત્રણ બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દંડકએ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વધુમાં તેમણે બસોનું નિરીક્ષણ કરી મુસાફરોને શુભેચ્છાઓ પાઠવી હતી સુરેન્દ્રનગર જિલ્લ્લાને નવીન પાંચ બસોની ભેટ મળતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યકત કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા જીલ્લાને નવીન અત્યાધુનિક પાંચ બસો ફાળવવામાં આવી છે જેમાંથી ત્રણ બસો સુરેન્દ્રનગર ડેપોને, ૧ લિંબડી ડેપો અને ૧ ધ્રાંગધ્રા ડેપોને આપવામાં આવી છે આ બસો થકી મુસાફરોની સુવિધામાં વધારો થશે જિલ્લાનાં લોકો વધુમાં વધુ બસ સુવિધાનો લાભ લઈ શાંતિથી, આરામદાયક મુસાફરી કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં નવનિર્મિત સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ કરવામાં આવશે તેમજ જીલ્લાને નવી વોલ્વો બસ પણ સરકાર તરફથી આપવામાં આવશે જેથી પરિવહનની સુવિધા બહેતર બનશે. આજરોજ ધ્રાંગધ્રા એસ.ટી.ડેપો ખાતેથી ધ્રાંગધ્રા થી મહાદેવનગર રૂટની નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ અને અગ્રણી કિરીટસિંહ જાડેજાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે અગ્રણી મયુરભાઈ દવે તેમજ એસ.ટી.ડેપોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો દ્વારા આજથી સુરત અને ભુજની લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર-ભુજ રૂટની લક્ઝરી બસ સવારે ૫:૩૦ કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જ્યારે બીજી બે લક્ઝરી બસો સુરેન્દ્રનગરથી સુરત રૂટની બસ સવારે ૯:૦૦ કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જેમાં ૨x૨ સીટિંગ કેપેસિટી ૪૧ની છે. બસોની સીટો પુશબેક અને આરામદાયક હોવાથી મુસાફરો શાંતિથી મુસાફરીનો અનુભવ કરશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, એસ.ટી.બોર્ડ સલાહકાર સમિતિ સભ્ય વનરાજભાઈ, મુકેશભાઈ ગોવાણી અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજર આઈ.જે.નાયી સહિત ડેપોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.