કમોસમી વરસાદને પગલે રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો, 21 માર્ચથી ભાવ વધારો લાગુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/czlnluekobwbpdom/" left="-10"]

કમોસમી વરસાદને પગલે રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો, 21 માર્ચથી ભાવ વધારો લાગુ


હવે દૂધ મંડળીઓને 790 રૂપિયા ચૂકવવામાં આવશે

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આગામી 21 માર્ચ થી દૂધ મંડળીઓને કિલોફેટે 20 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. કમોસમી માવઠાની સ્થિતિને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]