બાલાસિનોર નગરપાલિકાનું લાઇટ બિલ ન ભરાતાં M G V Lએ સ્ટ્રીટ લાઇટ કનેકશન કાપ્યું. - At This Time

બાલાસિનોર નગરપાલિકાનું લાઇટ બિલ ન ભરાતાં M G V Lએ સ્ટ્રીટ લાઇટ કનેકશન કાપ્યું.


MGCVL દ્વારા વારંવાર નોટીસ આપી છતાં વીજ બિલ ન ભરી શકી પાલિકા.

વીજબિલના વોટર વર્કસનું 2 .63 કરોડ અને એલટીનું 18 .29 લાખ તેમ કરીને કુલ

2.81 કરોડ બિલ બાકી નીકળતા બાલાસિનોરના પાલિકાએ ના ચૂકવતાં કાર્યવાહી

મહિસાગર જિલ્લા ની બાલાસિનોર નગરપાલિકા દ્વારા ફરી દેવાળું ફૂંકાતા બાલાસિનોર પાલિકાનું માત્ર દોઢ મહિના માં બીજી વખત વીજ જોડાણ કાપાતા આબરૂ ધૂળધાણી થઈ,નગરપાલિકા ના અંધેર વહીવટના કારણે ફરીથી વીજ જોડાણ કાપી નાખવામાં આવી, પહેલા લાઈટ બિલના 2.96 કરોડ બાકી હોવાથી સ્ટ્રીટ લાઈટના કનેકશનો કાપવાની MGCVL દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાલિકાએ 3 મહિનાનો સમય માંગી ટુકડે ટુકડે 18 લાખ જેટલા ભરતા ફરી વીજ કનેકશન ચાલુ કરી દેવામાં આવ્યું હતુ.
ત્યારે આજ દિન સુધીમાં વોટર વર્કસનું 2 .63 કરોડ અને એલટીનું 18 .29 લાખ તેમ કરીને કુલ 2.81 કરોડ બિલ બાકી નીકળતા બાલાસિનોરના મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં વીજ જોડાણ કાપી નાખવામાં આવતા નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

એકબાજુ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે જ અંધારપટ રહેતા ચોરીના બનાવ બનવાનો ડર સેવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી આ બાકી બિલના રૂપિયા ભરાય નહીં ત્યાં સુધી કાપી નખાયેલાં કનેકશનના કારણે નગરમાં અંધારપટ છવાયેલો જ રહેશે. દોઢ મહિના પહેલા પણ વીજ જોડાણ કાપ્યું હતું.અને છેલ્લા બે દિવસ થી પુનઃવીજ જોડાણ કાપ્યું જેના કારણે સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. આમ એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ મુદ્દે પાલિકા સામે કડકાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિકાએ હવે બાકી વીજ બિલ ભરવાની કવાયત હાથ ધરવી પડશે.
MGCVL વીજ કંપનીની કાર્યવાહીના ભાગ રૂપે જોડાણ કાપ્યું .દોઢ મહિના પહેલા વીજ જોડાણ કાપી નખાતાં ટુકડે ટુકડે બિલ ભરવાની પાલિકાએ બાંહેધરી આપી હતી. પરંતુ આજ દિન સુધી 2 કરોડ 81 લાખ રૂપિયા બાકી નીકળતા બીલમાંથી ટુકડે ટુકડે ફક્ત 18 લાખ રૂપિયા જેટલું બિલ ભરતા બાલાસિનોરના મુખ્ય વિસ્તારોમાં વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.