દામનગર દોઢ માસ થી જાહેર રસ્તા માં રિપેરીગ સમાન નાખી એજન્સી અદ્રશ્ય સ્થાનિક પાલિકા ની કોઈ જવાબદારી ખરી - At This Time

દામનગર દોઢ માસ થી જાહેર રસ્તા માં રિપેરીગ સમાન નાખી એજન્સી અદ્રશ્ય સ્થાનિક પાલિકા ની કોઈ જવાબદારી ખરી


દામનગર દોઢ માસ થી જાહેર રસ્તા માં રિપેરીગ સમાન નાખી એજન્સી અદ્રશ્ય સ્થાનિક પાલિકા ની કોઈ જવાબદારી ખરી ?

દામનગર શહેર માં ગેસ એજન્સી દ્વારા ઘેર ઘેર ગેસ કનેક્શન માટે શહેર ભર ના રહેણાંક અને મુખ્ય બજાર વિસ્તારો ના ૯૦% રસ્તા ખોદી પેવર બ્લોક રસ્તા બગડી ગયા છે તેના રિપેરીગ માટે ગેસ એજન્સી પાસે સ્થાનિક પાલિકા તંત્ર એ ૭૨ લાખ રસ્તા રિપેરીગ માટે મેળવી ટેન્ડર થી રસ્તા રિપેરીગ નું કામ એજન્સી ને આપ્યું આ એજન્સી કોણ ? તેની સાથે એગ્રીમેન્ટ માં શુ ? શરતો કેટલા દિવસ માં કેવા પ્રકાર નું રિપેરીગ કામ કરવાનું નક્કી થયેલ ? રિપેરીગ ઉપર કોની દેખરેખ ? ૪૫ દિવસ થી જાહેર રસ્તા ઓમાં રિપેરીગ માટે દોઢ માસ પહેલા ગ્રીપ ના ઢગલા અને પેવર બ્લોક નાખી દેવાયું પણ કામ કરતી એજન્સી અદ્રશ્ય થઈ ગઈ છે કે શું ? દોઢ માસ સુધી માં આ ઝીણી ગ્રીપ ફેલાઇ વાહનો સાથે દુરદુર સુધી જતી રહી જ્યાં રિપેરીગ કરાયું ત્યાં આડા અવળા પેવર બ્લોક ગોઠવી ગેસ એજન્સી એ બગડ્યા તેના થી વધુ રિપેરીગ એજન્સી એ બગડ્યા યોગ્ય રિપેરીગ વગર શહેર ના તમામ રસ્તા ઓ વધુ બગડ્યા વગર લેવલ કે ફિનિસિગ વગર નું રિપેરીગ કેમ ? ખાડા પુરવાનું કામ કરતી એજન્સી કોણ ? સાથે સાથે થયેલ એગ્રીમેન્ટ અને શરતો શુ ? આટલી મોટી રકમ રસ્તા રિપેરીગ પાછળ ખર્ચ કર્યા પછી રસ્તા વધુ બગડી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર કે ટી.પી.આઈ ની શુ કોઈ જવાબદારી નથી ? સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ લુહાર શેરી સહિત ની બજારો માં જુના પેવર બ્લોક કાઠી નવા નાખવા નું જોરશોર થી ગત ૦૮/૦૨/૨૩ ના રોજ ખાતમહુર્ત કરાયું કામ શરૂ ક્યારે કરાશે ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.