શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વસાણી ની અધ્યક્ષતા માં મહિલા દિન ઉજવણી - At This Time

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વસાણી ની અધ્યક્ષતા માં મહિલા દિન ઉજવણી


શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વસાણી ની અધ્યક્ષતા માં મહિલા દિન ઉજવણી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વસાણી ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે વકીલ મંડળ ના સભ્ય વિદ્વાન એડવોકેટ કોર્ટ સ્ટાફ સહિત શાળા ના છાત્રો સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી માં મહિલા ઓના હક્ક અધિકાર અને કાયદા ઓની વિસ્તૃત માહિતી આપતા સિનિયર એડવોકેટ દ્વારા સર્વ ને અવગત કર્યા હતા આ પ્રસંગે નામદાર ડીસ્ટ્રીક જજ સાહેબે મહિલાઓ ની શક્તિ ને વંદન કરેલ અને મહિલાઓ તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી જાની સાહેબે મહિલા અધિકારોનો ઉપયોગ તલવાર નહિ પણ ઢાલ તરીકે કરવા ની માર્મિક ટકોર કરી હતી આ પ્રસંગે લાઠી બાર એસોસિના પ્રમુખ આર.સી દવે મહિલા એડવોકેટ જલ્પા ઘાટલીયા, એડવોકેટ હિંમતભાઈ રાઠોડ તેમજ લાઠી પીઆઇ શ્રી આંબલીયા પ્રાસંગિક પ્રવચન કરેલ આ પ્રસંગે સિનિયર એડવોકેટ વિપુલ ઓઝા એમ સી કાટીયા હરેશ પઢારિયા તેમજ લાઠી કોર્ટના નાઝીર કે ડી વ્યાસ કોર્ટ સ્ટાફ નિખિલ દીક્ષિત ઈસાન ભટ્ટ ચૌહાણ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ઈતેશ મહેતા અને આભાર વિધિ રાજેશ્વરી રાજ્યગુરુ એ કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.