બોટાદ જિલ્લામાં આગામી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવા વહીવટી તંત્ર સુસજ્જ
બોટાદ જિલ્લામાં આગામી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવા વહીવટી તંત્ર સુસજ્જ
જિલ્લામાં નિયત કરાયેલા તમામ કેન્દ્રોમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ
જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા લેવાનાર છે. જે સુગમતાપૂર્વક સંપન્ન થાય તે હેતુસર ગઈકાલે જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે
સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષાને સંલગ્ન સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ જિલ્લામાં નિયત કરાયેલા તમામ કેન્દ્રોમાં સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં પરીક્ષામાં સંકળાયેલ તમામ સ્ટાફે પરીક્ષા સંલગ્ન વિચાર વિમર્શ કરી જરૂરી માહિતી પણ મેળવી હતી.
આ બેઠકમાં ઝોનલ અધિકારી ડી.બી.રોય અને ઈશ્વરભાઈ ઝાપડિયા સહિત સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.