શેરબજારમાં રૂપિયા 20 લાખ હારી જતા ઝેરી દવા પીધી
રાજકોટના રૈયા રોડ પર આજે બપોરના સમયે એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને યુવકનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, રૈયા રોડ પર આવેલા જીવનનગર શેરી નંબર.3 માં રહેતો કૌશિક જયેશભાઈ બુંદેલા નામનો ત્રીસ વર્ષીય યુવાન આજે બપોરના સમયે પોતાના ઘરેથી નીકળી રૈયા રોડ પર પહોંચ્યો હતો અને ત્યાં ઝેરી દવા પી લેતા તેમને 108 મારફતે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. યુવકને સંતાનમાં એક પુત્ર છે તેમજ પોતે એક ભાઈ એક બહેનમાં મોટો છે પોતે શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. કૌશિકના જણાવ્યા મુજબ,તે શેર બજારમાં 20 થી 25 લાખ જેવી મોટી રકમ હારી જતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું રટણ કર્યું હતું.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે કૌશિક નું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.