બોટાદ : રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર,રાગી,મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી અંગે જોગ
બોટાદ : રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર,રાગી,મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી અંગે જોગ
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૩૧ મી માર્ચ સુધીમાં કરાવવાની રહેશે
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની ખાસ કાળજી રાખવા નાયબ જિલ્લા મેનેજર, બોટાદનો જાહેર અનુરોધ
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી કરવામાં આવશે.તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને દ્વારા જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭,૧૨,૮-અ ની નકલ, ગામ નમુના-૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેશો,
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧,૭૧૭૧૮ તથા ૮૫૧૧૧,૭૧૭૧૯ ઉપર સંપર્ક સાધવા નાયબ જિલ્લા મેનેજર, બોટાદ ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.