ગારીયાધાર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂ આત થતા જ પાણીની વિકટ સમસ્યા
ગારીયાધાર તાલુકાના મોડર્ન વિલેજ ગણાતા પરવડી ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ન આવતા બાબતે અનેક વાર તંત્ર તેમજ પદા અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત સરપંચ દ્વારા કરાવામાં આવેલ છતાં પીવાનાં પાણીનો પ્રશ્ન હલ ન થતા
આજરોજ પરવડી ગ્રામજનો તેમજ મહિલાઓ ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી દોડી જઇ પીવાનાં પાણી બાબતે ઉગ્ર રજુઆત કરી હતી
મહિલાઓએ પાણીનાં કકળાટ બાબતે ઉગ્ર વિરોધ કરી કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ગ્રામજનો તેમજ મહિલાઓ દ્વારા પીવાનાં પાણી બાબતે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી આપી હતી જેથી ટૂંક સમયમાં મોડર્ન ગામ પરવડીમાં પાણીનો પ્રશ્ન હલ ન થાય તો સરપંચ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી ઉપવાસ પર બેસવાની ચિમકી આપી હતી
ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પીવાનાં પાણીનો પ્રશ્ન જલ્દી હલ થાય તેવા પ્રયોશો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.