છાતીમાં દુખાવો છે, આરોગ્ય કેન્દ્રમાં થશે ECG - At This Time

છાતીમાં દુખાવો છે, આરોગ્ય કેન્દ્રમાં થશે ECG


સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ, આજથી અમલ શરૂ કરી દેવાશે

છાતીમાં દુખાવો, અંધારા આવવા સહિતના હૃદયરોગના લક્ષણોમાં સમયસર પ્રાથમિક સારવાર મળતા લોકોના જીવ બચી શકશે

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાને કારણે મોત થવાના કિસ્સાઓએ અનેક લોકોને ઘેરી ચિંતામાં નાખી દીધા છે. હૃદયરોગના કિસ્સામાં જો સમયસર નિદાન અને સારવાર થાય તો જ જીવ બચાવી શકાય છે અને તે મામલે રાજકોટ મહાનગરપાલિકા સજાગ થઈ છે અને આરોગ્ય કેન્દ્રોમાં ઈસીજી મશીન મૂકવામાં આવ્યા છે. શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે. મોટા વોર્ડમાં બે સ્થળે આરોગ્યની સેવા અપાઈ રહી છે ત્યારે તમામ 23 આરોગ્ય કેન્દ્રમાં ઈસીજી મશીન મુકાતા કોઈ વ્યક્તિને હાર્ટ એટેક અથવા તો છાતીમાં દુ:ખાવાની પીડાં થશે તો માત્ર પાંચ મિનીટમાં આરોગ્ય કેન્દ્ર પર પહોંચી શકાશે અને સારવાર થઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.