રાજકોટમાં ડામર રોડ માટે 26.85 કરોડના કામ મંજૂર
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા નિર્ણય
ખખડધજ માર્ગોથી વોર્ડ નં.18ને મળશે રાહત
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળી હતી જેમાં અધધ 66 દરખાસ્તો મુકાઈ હતી. 4 ઔપચારિક અને અન્ય વહીવટી દરખાસ્તોને બાદ કરતા કુલ 61.83 કરોડ રૂપિયાના ખર્ચ અને 19.24 લાખ રૂપિયાની આવક અંગે નિર્ણયો લેવાયા છે. જેમાં 26.85 કરોડ રૂપિયા રસ્તાકામ અને 15.77 કરોડ રૂપિયા વોટરવર્કસ પાછળ ખર્ચાશે જ્યારે નાકરાવાડી સુધી કચરો પહોંચાડવા માટે 7.83 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.