ધુળેટી ઉજવવા યુવાનોમાં વધ્યો હર્બલ કલરનો ક્રેઝ - At This Time

ધુળેટી ઉજવવા યુવાનોમાં વધ્યો હર્બલ કલરનો ક્રેઝ


ચોખાના લોટ અને તપકીરના મિશ્રણથી બનતો કલર રાજકોટથી 10 રાજ્યમાં મોકલાયો

હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં હર્બલ રંગ ધૂમ મચાવી રહ્યો છે. શહેરના એક વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલો હર્બલ કલર રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં વેચાઈ રહ્યો છે. ગુજરાત સહિત રાજ્યોમાં આ હર્બલ કલરની માંગ વધી હોય 10 રાજ્યમાં તેની નિકાસ પણ કરી છે. કેમિકલ વગરના અને શરીરને નુકસાન કરતું ન હોવાને કારણે દર વર્ષે હર્બલ કલરની માંગ વધી રહી છે.આ વર્ષે યુવાનો સહિત સૌ કોઈ હોળી-ધુળેટીના તહેવારને આવકારવા અધીરા બન્યા છે અને તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.