વિદ્યાર્થીઓ પરીક્ષાની લેટ ફી કોલેજમાં જ ભરી શકશે, યુનિવર્સિટી ધક્કો નહીં થાય - At This Time

વિદ્યાર્થીઓ પરીક્ષાની લેટ ફી કોલેજમાં જ ભરી શકશે, યુનિવર્સિટી ધક્કો નહીં થાય


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે કુલપતિના અધ્યક્ષ સ્થાને સિન્ડિકેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મોટાભાગે અગાઉની ફાઇનાન્સ, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ, એસ્ટેટ સહિતની જુદી જુદી બેઠકોની કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ અત્યાર સુધી પરીક્ષાની લેટ ફી ભરવા માટે યુનિવર્સિટીમાં ધક્કો ખાવો પડતો હતો પરંતુ હવે જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની લેટ ફી જે-તે કોલેજમાં જ ભરી શકશે. કોલેજ દ્વારા લેટ ફી ભરવા સામે વિદ્યાર્થીને યુનિવર્સિટીની લેટ ફી સ્વીકાર્યાની રિસિપ્ટ પણ આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.