સદગુણો ક્યારેય એકલા રહેતા નથી હજારો અબોલ જીવો માટે છાયો કરી જનાર બળદ નો જીવદયા નંદી શાળા સંકુલ માં ભૂમિદાહ સંસ્કાર કરાયો
સદગુણો ક્યારેય એકલા રહેતા નથી
હજારો અબોલ જીવો માટે છાયો કરી જનાર બળદ નો જીવદયા નંદી શાળા સંકુલ માં ભૂમિદાહ સંસ્કાર કરાયો
દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા માં ઉત્તમ કોટી ના બળદ નું મૃત્યુ થતા ભૂમિદાહ કરાયો સદગુણો ક્યારેય એકલા રહેતા નથી બીજા માટે છાયો કરી જનાર બળદ નો જીવદયા નંદી શાળા સંકુલ માં ભૂમિદાહ સંસ્કાર કરતા ભગવનભાઈ નારોલા મનસુખભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા ભોળાભાઈ આલગિયા નટુભાઈ આસોદરિયા મધુભાઈ નારોલા અનુભાઈ ચુડાસમા લાલજીભાઈ સિદ્ધપરા સહિત ના ટ્રસ્ટી એવમ સ્વંયમ સેવકો જીવદયા પ્રેમી ની ઉપસ્થિતિ ની ઉપસ્થિતિ માં કરાયો
દામનગર શહેર માં પાંચ વર્ષ પહેલાં રસ્તે રજળતા પ્રથમ બળદ ના રુદન થી શરૂ થઈ હજારો અબોલ જીવો નો આશરો બની ગયેલ સંસ્થા ના પ્રથમ બળદ થી શરૂ થયેલ સંસ્થા ના પ્રથમ બળદ નું અવસાન થતાં આજે સંસ્થા સંકુલ માં ટ્રસ્ટી એવમ સ્વંય સેવકો દ્વારા ભૂમિદાહ સંસ્કાર કરાયો હતો
"સવાલ એ નથી કે પહેલો ધા કોણ કરશે સવાલ એ છે કે પહેલો પથ્થર ઉઠાવી ચણતર આરંભ કોણ પહેલું કરશે ?"
હજારો અબોલ જીવો નું આશ્રય સ્થાન બની જનાર જીવદયા નંદી શાળા ની સ્થાપના માટે નિમિત્ત બનેલ આ બળદે તેના માલિક ને તો ઉન્નત કર્યા હશે પણ
હજારો અબોલ જીવ માટે છાંયડો નિર્માણ ના નિમિત્ત બની જનાર બળદ ની પુરા અદબ સાથે શાસ્ત્રોક્ત વિધિ થી ભૂમિદાહ સંસ્કાર કરાયો છે
દરેક જીવ કોઈ ને કોઈ સદગુણ ધરાવતા હોય છે પોતા ની અપાર ઉર્જા થી ધરતી પુત્રો ને ઉન્નત કરી જનાર આ બળદ ના કારણે જ આજ થી પાંચ પહેલા આ સંસ્થા એક સામાન્ય કંતાન ના મંડપ થી શરૂ થઈ આજે હજારો બળદ નો આશરો બની ગયેલ જીવદયા નંદીશાળા સંકુલ માં રડતા હદય અક્ષુભીની આંખે વિદાય અપાય હતી માનવ જાત ને શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા રૂપ બની જનાર બળદ ના અવસાન થી સંસ્થા ના ટ્રસ્ટી એ સુંદર સદેશ આપ્યો હતો
"જીવન અંજલિ થાજો અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થજો દિન દુખિયા ના આંસુ લ્હો .તા.અંતર કદી ના ધરજો" એક ઉત્તમ કોટી ના બળદ ના હદયસ્પર્શી આંસુ એ નિર્માણ થયેલ સંસ્થા ના સ્થપના કાળ ના નિમિત્ત બનેલ પ્રથમ બળદ ના મૃત્યુ થી સંસ્થા ના દાતા શ્રી ઓ ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ પુરી મહત્તા સાથે ભૂમિદાહ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.