શિશુવિહાર ની શિક્ષિકા બહેનો એ જૂનાગઢ ના આનંદધારા આશ્રમ ખાતે ૫૦ આંગણવાડી બહેનો ને તાલીમ આપી
શિશુવિહાર ની શિક્ષિકા બહેનો એ જૂનાગઢ ના આનંદધારા આશ્રમ ખાતે ૫૦ આંગણવાડી બહેનો ને તાલીમ આપી
જૂનાગઢ પૂજય મુકતાનંદ બાપુ પ્રેરિત બ્રહ્મનંદધામ ચાપરડા ( જૂનાગઢ ) આનંદધારાના ઉપક્રમે બાળદેવોના સ્વાસ્થ્ય અને પ્રતિભાના વિકાસ તથા કર્ણપ્રિય ગીત - સંગીત તથા અભિનયગીત અને બાળ પ્રવૃત્તિઓ વિશે વિચારોના આદાન પ્રદાન માટે ની તાલીમ તા.27 ફ્રેબ્રુઆરી 2023 ના રોજ ચાપરડા ખાતે યોજાઈ. ....
જેમાં ભાવનગર ની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર બાલમંદિરના શિક્ષિકા બહેનોએ આનંદધારા ની 50 આંગણવાડીની બહેનોને તાલીમ આપી હતી.જેમાં બહેનોને અભિનય ગીત , નાટક અને રમત ગમત જેવી વિવિધ પ્રકારની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવેલ... આ પ્રસંગે બ્રહ્મનંદ વિદ્યા ધામના પૂજય મુકતાનંદજી બાપુ , અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબ , નિયામક શ્રી પંડિત સાહેબ , સીડીપીઓ શ્રી પ્રવિણાબેન ખીમસૂરિયા , આનંદધારા કમિટી મેમ્બર શ્રી જીજ્ઞેશભાઈ ગૌસ્વામી તથા વિદ્યામંદિરના આચાર્ય શ્રી ભાવિનભાઈ જોષીની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થા ના તજજ્ઞ શ્રી અંકિતાબહેન ભટ્ટ શ્રી કમલાબહેન બોરીચા તથા સંસ્થાના ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ...
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.