આટકોટમાં દ્વારકા જાતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તાની સેવા ઉભી કરાઇ - At This Time

આટકોટમાં દ્વારકા જાતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તાની સેવા ઉભી કરાઇ


આટકોટમાં દ્વારકા જાતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તાની સેવા ઉભી કરાય

ધોળકા થી દ્વારકા જતા પદયાત્રીઓ માટે ગુંદાળા નાં મૂળૂભાઈ સહીત સેવા ભાવી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા થી ૨૫૦ ભાવી ભક્તો આટકોટ ખાતે પદયાત્રીઓ નિકળ્યા ત્યારે આટકોટમાં તેનાં માટે સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેને ચા પાણી નાસ્તો ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પદયાત્રીઓએ જણાવ્યું હતું કે અમારો સંઘ ૨૫ વર્ષથી ધોળકા થી દ્વારકા જઈ રહ્યા છે જે 450 km ની પદયાત્રા કરી છે ત્યારે રસ્તામાં અમને ઘણા સેવા કેમ્પ દ્વારા સેવાઓ આપવામાં આવે છે સવારે ચા પાણી નાસ્તો બપોરે ભોજન તેમજ શરબતની સુંદર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે . આટકોટમાં ગરમા ગરમ થેપલાં ચા છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને પદયાત્રીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

(તસ્વીર : કરશન બામટા,આટકોટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.