જસદણમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તાનું બાંધકામ ગોકળ ગાયની ગતિએ : કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો મુકેશ રાજપરાનો તંત્ર સામે આક્ષેપ
જસદણમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તાનું બાંધકામ ગોકળ ગાયની ગતિએ : કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો મુકેશ રાજપરાનો તંત્ર સામે આક્ષેપ
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું કે જસદણની અંદર ભૂગર્ભ ગટર રોડ રસ્તા બાંધકામ તેમજ પાણીની પાઇપલાઇન ના વિવિધ વોર્ડની અંદર કામ ચાલતા હોય પરંતુ આ દરેક કામની અંદર ખૂબ જ વિલંબ ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હોય તેમ જ દરેક કામની અંદર ટેન્ડર મુજબ માલ મટિરિયલ વાપરવામાં ન આવતું હોય ટેન્ડર મુજબ ટાઈમસર કામ કરવામાં ન આવતું હોય તેમ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તે અંગેની પ્રાપ્ત વિગતો સાથે જસદણ નગરપાલિકા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઘણા સમયથી જસદણના મુખ્ય રોડ ઉપર ભૂગર્ભ ગટર તેમજ રોડના કાર્યો શરૂ હોય પરંતુ લોકોને પોતાના ધંધા રોજગાર દુકાનો ખોલવામાં રોડ ઉપરના મોટા મોટા ઢગલા પથ્થરના મોટા મોટા ઢગલા ખૂબ જ નડતા હોય લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલ થતી હોય પરંતુ જાણે નગરપાલિકા ની અંદર કોન્ટ્રાક્ટર કે પછી કોઈપણ એજન્સી ને કોઈ પણ પ્રકારનો ટાઈમ લિમિટ ની મર્યાદા કે ખબર જ ન હોય તે પ્રકારના કામ ચાલતું હોય તેના અનુસંધાને રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું કે જસદણ નગરપાલિકાની અંદર દરેક વોર્ડની અંદર ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન કે પછી રોડ રસ્તા કે બાંધકામના કામ ચાલુ હોય તે જગ્યાએ યુદ્ધના ધોરણે કામ પૂરા કરવા અને કામ પૂર્ણ થયેલ હોય તે જગ્યાએ નકામા ધૂળના ઢગલા કે પથ્થરોને હટાવવામાં આવે જેથી કરીને જસદણના લોકોને દુકાનો ખોલવામાં કે લોકોને રસ્તા ઉપર ચાલુમાં મુશ્કેલી ન પડે અને જે કામની અંદર ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી છે માલ મટેરિયલ નબળા વાપરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર થયેલા છે તે તમામ એજન્સી તેમજ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણપણે તપાસ કરી અને દંડ કરવામાં આવે માંગ સાથે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મુખ્ય ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા ચતુરભાઈ દેવધરી કૌશિકભાઇ રાઠોડ તેમજ સંજયભાઈ ડાભી મારફતે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આ તમામ વિષયને સંપૂર્ણપણે ધ્યાને લેવામાં નહીં આવે અને આ જ પ્રકારે ભ્રષ્ટાચાર થશે કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આંદોલનનો માર્ગ અપનાવી આ તમામ ભ્રષ્ટાચારીઓની પોલ સતી કરવામાં આવશે એવું મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.