અમરેલીના યુવાન જય કાથરોટીયાએ ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી આ બાળકોને હવાઈ મુસાફરી  કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી. - At This Time

અમરેલીના યુવાન જય કાથરોટીયાએ ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી આ બાળકોને હવાઈ મુસાફરી  કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.


અમરેલીના યુવાન જય કાથરોટીયાએ ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી આ બાળકોને હવાઈ મુસાફરી  કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.

અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા જય કાથરોટીયા એ જન્મદિવસ ની ઉજવણી કરવા માટે અનાથ તેમજ બહેરા મુંગા નિરાધાર બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કરાવ્યું હતું. નિરાધાર બાળકો સાથે પ્લેનમાં ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી. પાર્ટીઓ પાછળ હજારોના ખોટા ખર્ચા કરતા લોકો માટે જયભાઈએ કરેલ આ ઉજવણી પ્રેરણારૂપ છે. આ ઉજવણી બાબતે જણાવતા જયભાઈ એ કહ્યું કે, " આજથી ૨૫ વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેર ની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થને લીધે કુદરત ની એવી કૃપા થઈ અને આપણે ચાર્ટર્ડ પ્લેન બુક કરવા સક્ષમ બન્યા. આપણા પર થયેલ કુદરતની આ કૃપા ને આ નિરાધાર બાળકો સાથે વહેંચીએ તે જ આ સફળતાની સાચી સાર્થકતા છે." બાળકો માટે આ અનુભવ અવિસ્મરણીય રહયો હતો. ચાર્ટડ પ્લેન બુક કરવામાં કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંકે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમીર લોકોની નગરી અમરેલીની અંદર દિલની અમીરી દેખાડતા જયભાઈ કાથરોટીયાને વંદન સાથે અભિનંદન.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.