રાજકોટમાં 20 દિવસમાં ત્રીજી ઘટના, કેનેડાથી આવેલો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ મેચ રમ્યા પછી ઢળી પડ્યો - At This Time

રાજકોટમાં 20 દિવસમાં ત્રીજી ઘટના, કેનેડાથી આવેલો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ મેચ રમ્યા પછી ઢળી પડ્યો


ક્રિકેટ રમતાં રમતાં રાજકોટ અને સુરતમાં બે યુવાનોના હાર્ટ-એટેકના કારણે મોત થયાં છે. રાજકોટમાં તો 20 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની છે.

રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં ત્રીજા યુવાન જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવ્યો અને મેદાનમાં જ ઢળી પડ્યો હતો. એકસાથે ઉપરાઉપરી ત્રણ એટેક આવી જતા જીજ્ઞેશનું મોત નીપજ્યું હતું. જીજ્ઞેશે 30 રનની ઇનિંગ પણ રમી હતી. જોકે, આ ઇનિંગ તેની જિંદગીને અંતિમ ઇનિંગ સાબિત થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.