‘પોતાની કંપનીમાં વધુ વળતર મળશે’ની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો કર્મચારી ખેડૂતના 3 લાખ ઓળવી ગયો - At This Time

‘પોતાની કંપનીમાં વધુ વળતર મળશે’ની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો કર્મચારી ખેડૂતના 3 લાખ ઓળવી ગયો


રાજકોટમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કર્મચારીએ ખેડૂતના 3 લાખ ઓળવી લીધા છે. કર્મચારીએ પોતાની કંપનીમાં રોકાણ કરશો તો વધુ વળતર મળશેની ખેડૂતને લાલચ આપી હતી. બાદમાં ખેડૂતે 3 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ દર મહિને નફો નહીં આપી પાકતી મુદ્દતે રોકાણ કરેલા 3 લાખ રૂપિયા નહીં આપતા ખેડૂતે કર્મચારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કંપનીના કર્મચારી વિરૂદ્ધ IPC કલમ 406, 420 તથા ગુજરાત થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ 2003ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.