જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ નવા કાળવા મુકામે યોજાયો
મહિસાગર જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં નવા કાળવા મુકામે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો.આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્યએ પ્રાકૃતિક ખેતીના મુખ્ય ધરોહર એવા રાજ્યપાલને યાદ કરીને દેશી ગાય થકી થતી પ્રાકૃતિક ખેતી અંગે વાત મૂકી હતી જેમાં રાજ્યપાલશ્રી દ્વારા પ્રકાશિત કરેલ ‘પ્રાકૃતિક કૃષિ’ પુસ્તકનો ઉલ્લેખ કરી અને જણાવ્યું હતું કે માત્ર એક દેશી ગાયની રાખવાથી આપણે કોઈપણ રાસાયણિક ખાતર વગર ઓછામાં ઓછા 30 એકર જમીનમાં રસાયણમુક્ત ખેતી કરી શકીએ છીએ અને ધરતીને બંજર થતી બચાવી શકીએ છીએ.પ્રાસંગિક પ્રવચનમાં પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ચાવડાએ પશુપાલન ખાતાની સરકારની વિવિધ યોજનાઓની યોજનાકીય માહિતી આપી અને આદર્શ પશુપાલન અંગે માર્ગદર્શન આપીને ખેતી સાથે પશુપાલન કરીને વધારે આવક કેવી રીતના મેળવી શકાય તે અંગે માહિતી આપી હતી
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના લુણાવાડાના બ્લોક મેનેજર અને આસીસ્ટન્ટ મેનેજર સ્ટાફ દ્વારા જીવામૃત બનાવવાનું નિદર્શન ગોઠવ્યું હતું તેમજ તમામ પશુપાલક અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કર્યા હતા અને હવે પછીના સમયમાં એમને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરીત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત પશુપાલકો અધિકારીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.