સૂકા પવનો ફૂંકાતા અચાનક ગરમી વધી, માર્ચમાં લઘુતમ અને મહત્તમ તાપમાન બન્ને વધશે, એપ્રિલમાં હીટવેવ - At This Time

સૂકા પવનો ફૂંકાતા અચાનક ગરમી વધી, માર્ચમાં લઘુતમ અને મહત્તમ તાપમાન બન્ને વધશે, એપ્રિલમાં હીટવેવ


રાજકોટમાં 39 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું તાપમાન: ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ક્યારેક ઠંડી અને ક્યારેક ગરમી અનુભવાઈ

​​​​​​​એક મહિનો સવારે- રાત્રે ઠંડી અને ​​​​​​​દિવસમાં ગરમી અનુભવાશે : મિશ્ર ઋતુને કારણે શરદી- ઉધરસ, તાવના કેસ પણ વધ્યા.

રાજકોટમાં ગુરુવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું છે. ચાર દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધઘટ નોંધાશે. માર્ચમાં લઘુતમ-મહત્તમ તાપમાન બન્ને વધશે. એપ્રિલમાં હીટવેવ રહેશે. ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યારેક ઠંડી અને ગરમી અનુભવાશે. રાજકોટમાં 39 ડિગ્રીએ તાપમાન પહોંચતા બપોરે ઉનાળા જેવો અનુભવ થયો હતો. દિવસમાં એસી અને પંખાનો લોકોએ ઓફિસ અને ઘરમાં સહારો લીધો હતો. સવારે લઘુતમ તાપમાન 15.4 નોંધાયું હતું. તેમજ ઊંચું તાપમાન હતું પરંતુ સામે પવન માત્ર 8 કિમીની ઝડપે જ ફૂંકાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.