રાજકોટમાં વંદે ભારત ટ્રેન માટે સાંસદે કરી મંત્રી પાસે માંગ - At This Time

રાજકોટમાં વંદે ભારત ટ્રેન માટે સાંસદે કરી મંત્રી પાસે માંગ


હાઈ સ્પીડ અને સેમી સ્પીડ ટ્રેન તેમજ ખંઢેરીમાં સ્ટેશનના વિકાસ માટે મોકરિયાએ પત્ર લખ્યો

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં રેલવેની સુવિધા વધારવા માટે માંગ કરી છે. સાંસદે પત્રમાં કહ્યું છે કે, રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્રમાં છે તેથી રાજકોટ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવી જોઈએ. રાજકોટ-દ્વારકા, રાજકોટ-પોરબંદર, રાજકોટ-સોમનાથ રૂટને પણ પ્રાથમિકતા આપવી જોઈએ જેથી અનેક યાત્રિકોને ભારતીય રેલનું નવું સ્વરૂપ માણવા મળે. રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક માટે મંજૂરી મળી ગઈ છે તેથી આ કામ ઝડપથી પૂર્ણ થાય તો લોકો અને ઉદ્યોગોને તેનો મહત્તમ ફાયદો મળી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.