સત્યવિજય પટેલ સોડાના શિખંડમાં કલર નીકળ્યો : રૂ.70 હજારનો દંડ
નિવાસી અધિક કલેક્ટરે જુદા-જુદા 6 ફેલ નમૂનામાં દંડના હુકમ કર્યા
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લીધેલા નમૂના પૈકી ફેલ થયેલા 6 સેમ્પલમાં નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસર કેતન ઠક્કરે 10,000થી માંડી 70,000નો દંડ ફટકાર્યો છે. સદર બજારમાં આવેલી સત્યવિજય પટેલ સોડા ફેક્ટરી વર્ષો જૂની પેઢી હોવાનું ગાણું ગાય છે પણ આ પેઢીમાં મળતા શિખંડ ઉંચા ભાવ ચૂકવ્યા બાદ પણ ગુણવત્તાના નામે આરોગ્ય સાથે ચેડાં કરે છે. મનપાએ આ પેઢીમાંથી કેસર શિખંડનો નમૂનો લીધો હતો પણ તેમાં માત્રા કરતા વધુ પ્રમાણમાં સિન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાજિન મળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.