ઇડરના કિશોરગઢ ખાતે “અટલ ભૂજળ યોજના” પર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો.
જેમાં આગામી સમયમાં પાણીની માંગ ઘટાડવાના પગલા અને પાણીનો પુરવઠો વધારવા ના અસરકારક પગલાં વિશે જાણકારી આપી હતી. ખેડૂતોને ઓછા પાણીના ઉપયોગ થકી થતા પાક અંગે જાણકારી આપવાની સાથે ડ્રીપ ઇરીગેશન થકી પાણીના બચાવ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે અટલ જલ રથને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શ્રી ડી.એમ.પટેલ નાયબ બાગાયત નિયામક શ્રી, શ્રી તોતલાની, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી, શ્રી સી.એસ.ગઢવી, દાંત્રેલિયા અને યોજનાના સહયોગી સતિષભાઈ પટેલ તથા અન્ય અધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો હજાર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.