મોટામવા પાસે જૂની અદાવતમાં કાર ચાલક યુવક પર હુમલો કરી પગ ભાંગી નાખ્યા
શહેરના મોટામવા સ્મશાન ગૃહની સામે ગઢવીના વાડા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી કાર લઈ જઈ રહેલા યુવક સાથે બાઇક અથડાવી માથાકૂટ કરી ચાર શખ્સોએ પાઇપ,સળિયા વડે આડેધડ ઘા ઝીંકી ઇજા કરી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
યુનિવર્સિટી રોડ, ભગતિસંહ ગાર્ડન ની બાજુમા, હાઉસિંગના ક્વાર્ટર બ્લોક નં.41,ઘર નં.763માં રહેતા ડેનિશ ભરતભાઇ દેસાણી (બાવાજી) (ઉ.વ.29)એ ફરિયાદમાં પ્રકાસ મહિડા,લાલો,રાહુલ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ડેનીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મજુરીકામ કરુ છું.હું સવારના સમયે મારા મિત્રની ફોરવ્હીલ લઇ મેટોડા જી.આઇ.ડી.સી.માં મજુરીકામનું નક્કી કરવા માટે ગયેલ હતો અને બપોરના કાલાવડ રોડ મોટા મૌવા સ્મશાન પાસે ગઢવીના વાડાની બાજુમાં પસાર થતી વખતે બાઇક પર આવેલ પ્રકાશ મહીડા,લાલો, રાહુલ તથા એક અજાણ્યા શખ્સે મારી ગાડી સાથે બાઇક અથડાવતા મે મારી ગાડી ગઢવીના વાડાની બાજુ મા ઉભી રાખેલ અને નીચે ઉતરેલ ત્યારે પ્રકાશે મને જણાવેલ કે કેમ? ગાડી જોઇને ચલાવ ને તેમ જણાવી તેણે તેની પાસે રહેલ સળીયો મારા ડાબા પગમાં મારતા હું નીચે પડી ગયો હતો.
તે વખતે લાલાએ પણ લોખંડના સળીયા અને રાહુલે પાઇપ વડે મને માર મારવા લાગ્યા અને અજાણ્યા વ્યક્તિએ મને ઢીકાપાટું નો માર મારતા મે બચાવો ની બુમો પાડતા ગઢવીના વાડામા બેઠેલ વ્યક્તિ આવી જતા ચારેય શખ્સો બાઇક ઉપર બેસી નાસી ગયા હતા અને મને જે વ્યક્તિ બચાવવા આવ્યો તે ફોરવ્હીલમા બેસાડી સારવાર કરાવવા સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મારામારીમાં એક સોનાનો ચેઇન,મોબાઇલ ફોન જપાજપીમાં પડી ગયો હતો.બનાવનું કારણ એકાદ વર્ષ પહેલા મારી તથા પ્રકાશ મહીડાની એ.જી.ચોક ખાતે આવેલ પાણીપુરીની લારી ઉપર જમવા બાબતે માથાકુટ થતા અમારી બન્ને વચ્ચે મારામારી થઈ હતી તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ થઈ હતી.તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.