કાળાસર ગામે બર્થ ડે ની અનોખી ઉજવણી: 51 કન્યાઓના સુકન્યા સમૃધ્ધી યોજના હેઠળ ખાતા ખોલ્યા
કાળાસર ગામે બર્થ ડે ની અનોખી ઉજવણી 51 કન્યાઓના સુકન્યા સમૃધ્ધી યોજના હેઠળ ખાતા ખોલ્યા
જસદણ તાલુકાના કાળાસર ગામના હર્દિપભાઈ ધાધલે જેઓ જામનગર ખાતે LCB મા ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આજે તેમનો જન્મ દિવસ હતો અને પોતાના જન્મદિવસ નિમિતે ગામની 51 દિકરીઓના પોસ્ટ ઓફિસમા ખાતા ખોલાવી આપ્યા હતા દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના સાકાર કરી ગામને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ યોજના ગુજરાત સરકાર દ્વારા યોજના અમલમા મુકાઇ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું એકાઉન્ટ ખોલી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝીટ કરવી ફરજિયાત છે. જ્યારે વર્ષે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટ 21 વર્ષ સુધી એક્ટિવ રહે છે. આ સમયગાળામાં તમારે દર વખતે લઘુતમ રકમ તો ભરવી પડે છે અને તમે ઇચ્છો તો વધુ રકમ પણ જમા કરી શકો છો. ત્યારે 36 વર્ષની સફર પૂર્ણ કરી 37 વર્ષમાં હર્દિપભાઈ ધાધલે મંગળ પ્રવેશ કર્યો આ તકે કાળાસર ગામના લોકોએ હર્દિપભાઈ ધાધલને બિરદાવ્યા હતા.
રિપોર્ટ ભરત ભડણિયા 9904355753
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.