યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો કોર્સ શરૂ કરાશે, સાયન્સના વિદ્યાર્થીઓ રિસર્ચ કરશે - At This Time

યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો કોર્સ શરૂ કરાશે, સાયન્સના વિદ્યાર્થીઓ રિસર્ચ કરશે


રાજ્યમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર શરૂ: સંસ્થાઓ સાથે MOU કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી તથા કેન્દ્રની આગામી વિવિધ પ્રવૃત્તિઓ તથા તથા કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થાય, ગાય આધારિત ખેતીને વેગ મળે, વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન કરાવવા, ગાય આધારિત ઉદ્યોગોની માહિતી અને સંશોધન કરવું, છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચે, મૂલ્યયુક્ત શિક્ષણ તરીકે ગાયનું જતન અને પાવિત્ર્ય અંગેની જાગૃતિ ફેલાવવી આ બધા કેન્દ્રના મુખ્ય હેતુ છે. ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના નિયામક તરીકે સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડો. ભરત ખેરની નિયુક્તિ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.