વન વિક-વન વોર્ડ અંતર્ગત
બરવાળા નગરપાલિકા તંત્ર શહેરીજનોના દ્વારે પહોંચી કામગીરી હાથ ધરી
બરવાળા નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં શહેરીજનોને ઘરે બેઠા સેવાઓનો લાભ મળે તેવા ઉમદા આશયથી કાર્યક્રમ યોજાયો
શહેરીજનો દ્વારા કરવામાં આવેલી લાઈટ,પાણી,સફાઈ તેમજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા સર્ટીફીકેટ જેવી સુવિધાઓનો સ્થળ પર નિરાકરણ કરાયું
નગરપાલિકાના કર્મચારીઓ શહેરીજનોના દ્વારે જઈ સેવાઓ પુરી પાડવાની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
બરવાળા નગરપાલિકા દ્વારા વન વિક - વન વોર્ડ અંતર્ગત શહેરના વોર્ડમાં નગરપાલિકાના કર્મચારીઓ શહેરીજનોને ઘરે જ પ્રશ્નોના નિરાકરણ તેમજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી ત્થ ધરવામાં આવી છે જેને શહેરીજનો હર્ષ ભેર વધાવી રહ્યા છે.આ કાર્યક્રમમાં વિરાજ શાહ (ચીફ ઓફિસર),પરેશભાઈ પરમાર(ચેરમેન કારોબારી સમિતિ),રાણાભાઇ સોલંકી,દિગ્વિજયસિંહ પઢીયાર,નીલેશભાઈ વસાણી સહીતના સ્ટાફ જોડાયા હતા.
બરવાળા નગરપાલિકા દ્વારા વન વોર્ડ - વન વીક અંતર્ગત વોર્ડ નં.૧ માં કામગીરી હાથ ધરી હતી.નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહ ની આગેવાનીમાં નગરપાલિકાના વિવિધ શાખાના કર્મચારીઓ વોર્ડ વિસ્તારમાં શહેરીજનોના ઘરે જઈ નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી આવશયક સેવાઓનો ત્વરિત નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ શહેરીજનોના સફાઈ,પાણી,લાઈટ તેમજ રોડ-રસ્તાની જરૂરિયાત અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.તેમજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા જન્મ-મરણ,આકારણી નકલો સહીતના પ્રમાણપત્રો અરજદારને ઘરે બેઠા સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા.નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવેલ નવતર મુહિમ ને શહેરીજનોને બિરદાવી હર્ષ ભેર વધાવી લેવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.