શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન
શહેરા,
શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણની સુરક્ષા અને જાળવણીને મહત્વ આપવા તેમજ સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ તરીકે હાથ ધરવા અને શૈક્ષણિક સંકુલોમાં નિયમિતપણે સાફ-સફાઈ થતી રહે અને સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી ચાલુ થયેલા "સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત 'નો સિંગલ યુઝ પ્લાસ્ટિક - ચિત્ર સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાંએનએસએસ ના સ્વયંસેવકો તેમજ અન્ય વિષયના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો. આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારો વ્યક્ત કરી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટે અને લોકો કાપડના થેલા તેમજ પેપર બેગનો વધારેમાં વધારે ઉપયોગ કરે તેવો મેસેજ પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિક જ્યારે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ રહ્યું છે ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે તેવો હેતુ હતો. વિદ્યાર્થીઓ દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડના થેલા કે પેપર બેગ નો જ ઉપયોગ કરીશું તેવો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના આચાર્ય ડૉ. વિપુલ ભાવસાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન "સ્વચ્છ ભારત મિશન" નોડલ ઓફિસર પ્રા. લતાબેન દ્વારા કરવામા આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.