શહેરા ખાતે મુસ્લિમ સમાજનો સમુહ નિકાહ સમારોહ યોજાયો, 35 દુલ્હા દુલ્હને નવી જીંદગીની કરી શરુઆત - At This Time

શહેરા ખાતે મુસ્લિમ સમાજનો સમુહ નિકાહ સમારોહ યોજાયો, 35 દુલ્હા દુલ્હને નવી જીંદગીની કરી શરુઆત


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા માં સમુહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા 35 જેટલા દુલ્હા-દુલ્હનના નિકાહ કરવામા આવ્યા હતા.દુલ્હા-દુલ્હનને ઘરવખરી સહિતનો સામાન પણ આપવામા આવ્યો હતો.આ સમુહ નિકાહ કાર્યક્રમમાં આ શહેરાનગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ,સરકારી અમલદારો હાજર રહીને દુલ્હા-દુલ્હનના પ્રસન્ન દામ્પંત્ય જીવન માટે દુવાઓ કરી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા 11મો સમુહ નિકાહ સમારોહ યોજાયો હતો.હુસેની ચોક ખાતે નગીના મસ્જિદના મૌલાના સાહેબ દ્વારા મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ નિકાહ પડાવામાં આવ્યા હતા.35 દુલ્હા દુલ્હનનું જીવન સુખમય નીવડે તેવી દુવાઓ કરવામા આવી હતી. તેમજ દાતાઓ દ્વારા ઘરવખરી ચીજ વસ્તુઓ આપવામા આવી હતી. રસીદ ખાન પઠાણએ જણાવ્યું હતું કે આ એક સમૂહ નિકાહ છે જે ગુજરાત માં અલગ જ નામ ધરાવે છે.આ સમૂહ નિકાહ માં ખાલી મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ પુરા શહેરા ના જે બિરાદરો જેમ કે બ્રાહ્મણ સમાજ, ડબગર સમાજ વાણીયા સમાજ,સીધી સમાજ ઘાંચી સમાજ સહિત સમાજ ભાગ લઈને દુલ્હા - દુલ્હને કન્યાદાન આપી એકતા નું પ્રતીક અને ઉદાહરણ પુરુ પાડે છે. શહેરા સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ ના પ્રમુખ આમિન ખાન અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિતના સિપાઈ મુસ્લિમ સમાજ દ્વારા કર્યું હતું .અત્રે નોધનીય છે કે આ પ્રકારના સમુહ નિકાહ કાર્યક્રમોથી ખોટા કુરિવાજો દુર થવાની સાથે ખોટા ખર્ચાઓ પણ દુર થાય છે.

રિપોર્ટર, વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.