તોતિંગ સેવનના વૃક્ષ ઉપર એક શિકારી પક્ષી પતંગની દોરીમાં ફસાયું
મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરમાં આવેલા જૈન સોસાયટીમાં એક તોતિંગ સેવનના વૃક્ષ ઉપર એક શિકારી પક્ષી પતંગની દોરીમાં ફસાયું હતું અને તડફડી રહ્યું હતું. આ જોઈ જીવદયા પ્રેમી મહીસાગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી-વાઇસ ચેર પર્સન, જીવ કલ્યાણ ટ્રસ્ટ ગોધરા સ્થાનીક મંત્રી કાજલ બેન શાહ, અને ડૉ. પીનલ શાહે ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમના સુરેશ ભાઈ, જયમલ ભાઈએ ભારે જહેમત બાદ શિકારો પક્ષીનું રેસક્યું કર્યું અને પક્ષીને બચાવી લેવામાં આવ્યું. ત્યારબાદ 1962 કરુણા એમ્બ્યુલન્સ બોલાવી પક્ષીની સારવાર કરવામાં આવી હતી અને વન વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વેને પણ ગયે કેટલાય દિવસ વીતી ગયા, પરંતુ તેની દોરીના કારણે કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. માણસનો મોજ શોક પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.