પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શહેરાની તાલુકા કારોબારી સભામાં તાલુકાની નવીન ટીમના મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી. - At This Time

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શહેરાની તાલુકા કારોબારી સભામાં તાલુકાની નવીન ટીમના મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી.


શહેરા
૨૮/૦૧/૨૦૨૩ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શહેરા દ્વારા તાલુકા કારોબારી સભામાં ગુજરાત રાજ્ય મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી,પ્રાથમિક મહાસંઘ પંચમહાલના ઉપાધ્યક્ષ વિજયભાઈ પટેલ તેમજ પ્રભારી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તાલુકા નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સમુહમાં સંઘ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.મહામંત્રી જયપાલસિંહ બારીઆ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તાલુકાની જૂની કારોબારી બરખાસ્ત કરી નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા સંગઠનના કાર્યો વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા વિજયભાઈ પટેલ દ્વારા નવીન હોદ્દેદારોની વરણી થયેલ નામોની જાહેરાત કરવામાં આવી. જેમાં કાર્યાધ્યક્ષ તરીકે શંકરભાઈ બારીયા, ઉપાધ્યક્ષ તરીકે મિનેષ પટેલ, ગોવિંદ ભોઈ અને મયંક પટેલ,સહમંત્રી બારીયા ધર્મેન્દ્ર, મહિલા સહમંત્રી જોશી વૈશાલીબેન, કોષાધ્યક્ષ રાવલ ઈશ્વરભાઈ ,સહ સંગઠન મંત્રી વણઝારા વિપુલ તેમજ હરેશકુમાર માછી, મહિલા સહ સંગઠન મંત્રી તરીકે બારીઆ આનંદીબેન,પ્રચાર પ્રમુખ પરમાર મણીલાલ ,પ્રચાર મંત્રી જોશી અર્ચિત ,આંતરિક ઓડિટર પટેલ મૌલેશભાઈ,સલાહકાર તરીકે પટેલ રાકેશભાઈ,પટેલ વિનોદભાઈ તેમજ શર્મા અમિતકુમાર અને રાજ્યો કારોબારીમાં પટેલ દુલેશભાઈ અને પટેલ કિરીટભાઈની વરણી કરવામાં આવી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી શ્રી અનિરુદ્ધસિંહજી સોલંકી દ્વારા સંગઠનની કામગીરીની ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયમાં તાલુકા કારોબારીમાં વરણી થયેલ સૌ હોદ્દેદારો રાષ્ટ્રહિત, શિક્ષક હિત અને સમાજ હિત માટે કઈ રીતે કામ કરવુ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલાહકાર મંત્રી અમિત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટર, વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.