બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના કુલ 34 વિદ્યાર્થી ભાઈ બહેનોએ માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગની શિબિર સહી સલામત પૂર્ણ કરી પરત ફર્યા - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના કુલ 34 વિદ્યાર્થી ભાઈ બહેનોએ માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગની શિબિર સહી સલામત પૂર્ણ કરી પરત ફર્યા


*બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના કુલ 34 વિદ્યાર્થી ભાઈ બહેનોએ માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગની શિબિર સહી સલામત પૂર્ણ કરી પરત ફર્યા.*

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે અવનવી પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા એસ.ટી વિદ્યાર્થી ભાઈ બહેનો પૈકી કુલ મળીને 34 વિદ્યાર્થી ભાઈ બહેનોએ માઉન્ટ આબુ ખાતે swami vivekanand mountaineering institute સંસ્થામાં તારીખ 3 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી એમ કુલ 10 દિવસની અરવલ્લીની ગિરિમાળાઓમાં ટ્રેકિંગની શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. શાળાના યુવાન શિક્ષકશ્રી રાજેશગીરી અપારનાથી તારીખ 3 જાન્યુઆરીના રોજ 34 વિદ્યાર્થી ભાઈ બહેનને બસ દ્વારા માઉન્ટ આબુ બાળકોને મૂકવા ગયા હતા. ત્યાં તેમની રહેવાની જમવાની વ્યવસ્થા જોઈ તપાસીને શાળામાં પરત ફર્યા હતા. ટ્રેકિંગની શિબિર પૂર્ણ થતા ફરીથી તારીખ 12 જાન્યુઆરીના રોજ રૂબરૂ જઈને તમામ બાળકોને સહી સલામત પરત લાવ્યા હતા. બાળકોના અનુભવ જોતા ખરેખર તેમને ત્યાં દસ દિવસ ખૂબ જ મજા આવી હતી. આદિવાસી વિસ્તારમાં આ બાળકો મોટા થયા હોવાથી ટ્રેકિંગની શિબિરમાં એમને કોઈ તકલીફ પડી નથી. જીવનમાં ટ્રેકિંગ નું શું મહત્વ છે એ તમામ બાળકોને સારી રીતે સમજાઈ ગયું હતું. શિબિરમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેન ને સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત કામગીરી બદલ શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રીએ ટ્રેકિંગ શિબિરમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને તથા તેમના માર્ગદર્શક એવા શાળાના ઉત્સાહિત નવયુવાન શિક્ષકશ્રી આર આર અપારનાથીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.