પરિણીતાએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું - At This Time

પરિણીતાએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું


સંતકબીર રોડ પર કનકનગરમાં ગત રાતે પતિ સુઈ ગયા બાદ પરપ્રાંતિય પરીણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં બી.ડિવીઝન પોલીસ દોરી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર સંતકબીર રોડ પર કનકનગર-2માં રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના વતની રેણુબેન પુજારીભાઈ શાહની (ઉ.વ.22) ગત મોડી રાતે પોતાના ઘરે પંખાના હુકમા ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાજુમાં રસોડામાં સુતેલો તેનો પતિ સવારે ઉઠીને રૂમમાં જોવુ
તો પત્ની લટકતી જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.બનાવની જાણ થતાં આસ-પાસના લોકો એકઠા થયા હતાં. અને પોલીસને જાણ કરતાં બીડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ આદરી હતી. વધુમાં તેનો પતિ પણ બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું અને તેમના આઠ માસ પહેલા જ લગ્ન થયા હતાં. પોતે મજુરી કામ કરે છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.