જસદણમાં આવતીકાલે માનવસેવા સમિતિ અને લેવા પટેલ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાશે. - At This Time

જસદણમાં આવતીકાલે માનવસેવા સમિતિ અને લેવા પટેલ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાશે.


જસદણમાં આવતીકાલે માનવસેવા સમિતિ અને લેવા પટેલ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાશે

જસદણમાં આવતીકાલ તારીખ 08.01. 2023 રવિવારના રોજ કૈલાશ નગર પ્રાથમિક શાળા જસદણ ( નવા બસ સ્ટેશન સામે, કૈલાસ nagar- 2 ) ખાતે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન થશે, જેમાં માનવસેવા સમિતિ જસદણ લેવા પટેલ કર્મચારી મંડળ જસદણ અને આર.કે આયુર્વેદિક હોસ્પિટલ ત્રંબા સહયોગથી નિશુલ્કેમ યોજવામાં આવશે. જેમાં ડોક્ટર કેતન ભીમાણી, ડોક્ટર રાજેન્દ્ર જાદવ, ડોક્ટર શ્રીકાંત મુંદડા, ડોક્ટર રૂકસાર પિપરવાડિયા, ડોક્ટર નિધિ પંડ્યા, ડોક્ટર સંગીતા કામલીયા, અને ડોક્ટર અંકિતાબેન ડોબરીયા જે તમામ ટીમ આ કેમ્પમાં હાજરી આપશે અને દર્દીની તકલીફ મુજબની સાત દિવસની દવા ફ્રીમાં તથા ત્રંબા આર કે યુનિવર્સિટી હોસ્પિટલમાં નિશુલ્ક દરે દાખલ થતા સારવાર આપવામાં આવશે. આ કેમ્પ સવારે 8:30 વાગે થી બપોરે 12:00 વાગ્યા સુધી ચાલુ રહેશે અને વધુ માહિતી માટે માનવસેવા સમિતિ જસદણ 9824221402 નંબર ઉપર સંપર્ક સાધવાનો અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કરાયો છે.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.