એમ.એમ.હાઇસ્કૂલ, ગઢડા ખાતે મેગા આયુષ કેમ્પનું આયોજન
એમ.એમ.હાઇસ્કૂલ, ગઢડા ખાતે મેગા આયુષ કેમ્પનું આયોજન
આયુષ કેમ્પ થકી આયુષ ચિકિત્સકો દ્વારા નાગરિકોના સ્વસ્થ આરોગ્ય માટે વિસ્તૃત સમજણ આપતા પ્રદર્શનનું આયોજન
લોકોને સુખાયું અને દીર્ધાયું પ્રાપ્ત થાય તેમજ છેવાડાના માનવીને આયુષની સેવાઓ મળી શકે તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયુષ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લા આયુષ તંત્ર દ્વારા તા. ૧૨ જાન્યુઆરીએ એમ.એમ. હાઇસ્કૂલ-ગઢડા ખાતે સવારે ૯થી ૩ વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ કેમ્પ થકી નાગરિકો સ્વસ્થ અને નિરોગી રહી શકે તે હેતુથી આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા, ભોજનના નિયમો, રસોડા/આંગણાની ઔષધિઓ, પંચકર્મ સારવાર સહિતની વિસ્તૃત સમજણ આપતું પ્રદર્શન આયુષ ચિકિત્સકો દ્વારા કરવામાં આવશે. તમામ રોગોનું આયુષ પદ્ધતિથી સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નીકર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ આયુર્વેદની વિશેષતા એવી જાલંધર બંધથી દંતોટ પાટન દંત ચિકિત્સા, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન અપાશે. આયુષ કેમ્પની પ્રવૃત્તિઓનો મહત્તમ લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.