ખૂનનો ગંભીર ગુન્હો આચરવા માટે પિસ્ટલ હથિયાર સપ્લાય કરનાર આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લેતી વેરાવળ સિટી પોલીસ* 🚨
🚨 *ખૂનનો ગંભીર ગુન્હો આચરવા માટે પિસ્ટલ હથિયાર સપ્લાય કરનાર આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લેતી વેરાવળ સિટી પોલીસ* 🚨
💫 *ખૂનના બનાવની ટુંક હકીકતઃ-* ગઇ તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં *ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૨૦૭૬૭/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા આર્મ્સ એકટ-૨૫(૧-બી) એ,૨૭ અને જી.પી.એકટ કલમ-૧૩૫* મુજબનો ગુન્હો રજી. થયેલ. આ ગુન્હાના ફરીયાદી શ્રી નારણભાઇ સરમણભાઇ કટારીયા રબારી ઉં.વ.૪૬, ધંધો ખેતીકામ રહે વેરાવળ જુનાગઢ બાયપાસ શિવજી નગર, હોટલ પાર્કની બાજુમાં વાળાએ જાહેર કરેલ કે આ કામના આરોપીને પોતાની તથા મરણ જનાર સાથે જુનુ મનદુ:ખ ચાલતું હોય જેના કારણે આજથી દોઢેક મહીના પહેલા આરોપીએ પોતાના મરણ જનાર ભાઇ સામે બનાવ વાળા સ્થળે મોટર સાઇકલ રેસ કરી કતરાઇને જોતો હોય અને ઉપરોકત મનદુખ ચાલતું હોય જે મનદુ:ખના કારણે આરોપીએ પીસ્તોલ હથીયાર વડે પોતાના મરણ જનાર ભાઇ નિતેશ ઉર્ફે ભુવાઆતા સરમણભાઇ કટારીયા ઉ.વ.૪૪ વાળાને માથામાં લમણા ઉપર ગોળી મારી ખુન કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે *આરોપી- રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણભાઇ ચાવડા રહે વેરાવળ નવા રબારીવાડા* વાળા વિરૂધ્ધમાં ઉપરોકત નંબરથી આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા આર્મ્સ એકટ -૨૫(૧-બી) એ,૨૭ અને જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ છે.
💫આ કામે સદરહુ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ *જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ આ ગુન્હાના આરોપીને પકડી પાડવા સખત સુચના આપેલ હતી જે અન્વયે
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આ કામાના *આરોપી- રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણભાઇ ચાવડા રહે વેરાવળ નવા રબારીવાડા વાળાને હરીદ્રાર (ઉત્તરાખંડ) ખાતેથી ઝડપી પાડી સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરી મુદત અંદર પોલીસ કસ્ટડી રિમાન્ડ રિપોર્ટ સાથે નામ.કોર્ટમાં રજુ કરતા મજકુર આરોપીના કુલ દિન-૭ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર થઇ આવેલ* અને મજુકર આરોપી- રમેશ ઉર્ફે ગોવાળીયા ની પુછપરછ દરમ્યાન મજકુર આરોપીએ જણાવેલ કે, પોતે માહે ૯/૨૦૨૨ માં આરોપી રમેશ પોતાની બોલેરો પીકઅપ વાહન લઇ *ઉતરપ્રદેશ ગયેલ ત્યાં ઝાંસી કાનપુર રોડ ઉસરગામ તા.કાલપી નજીકથી એક પંજાબી ઢાબા ઉપરથી આરોપી- શૈલેન્દ્રપ્રતાપસિંહ રહે. રહે.ઉસરગામ ઉતરપ્રદેશ વાળા પાસેથી રૂપિયા ૫૦ હજારમાં પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ ખરીદ કરેલની હકીકત જણાવેલ* જે આધારે
💫 *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના આધારે *સર્વેલન્સ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા પો. હેડ કોન્સ. વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ હમીરભાઇ* નાઓની એક ટીમ બનાવી આરોપીના જણાવ્યા પ્રમાણેના ઉતરપ્રદેશ ખાતે મોકલતા આ કામના ગુનામાં પિસ્ટલ હથિયાર સપ્લાય કરનાર *આરોપી- શૈલેન્દ્રપ્રતાપસિંહ સ/ઓ દેવેન્દ્રપાલસીંહ જાધોન, ઠાકુર, ઉ.વ.૩૭, ધંધો.વેપાર, રહે.ઉસરગામ, તાલુકો તથા પો.સ્ટે. કાલપી, જી.જાલૌન, રાજય-ઉતરપ્રદેશ* વાળાને કાલપી, જી.જાલૌન, રાજય-ઉતરપ્રદેશ ખાતેથી ઝડપી પાડી વેરાવળ ખાતે લાવી સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરવા તજવીજ હાથ ધરેલ છે.
💫 *કામગીરી કરનાર ટીમઃ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના PI શ્રી એસ.એમ.ઇશરાણી તથા સર્વેલન્સ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા પો. હેડ કોન્સ. વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ હમીરભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.