નો-બોલ આપવાના પ્રશ્ને બોલરે બેટ્સમેનને માથામાં સ્ટમ્પ ઝીક્યું
રાજકોટના ડી.એચ.કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી માથાકૂટમાં નો બોલ આપવા મામલે બોલરે બેટ્સમેનને માથામાં સ્ટમ્પ ઝીકી દીધું હતું. જેમાં વાંકાનેરના શખ્સને અમ્પાયર સાથે માથાકૂટ કરતા વચ્ચે પડેલા તરુણને માર માર્યો હોવાનુ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ઠક્કરબાપા વાડી પાસે રહેતા સુમિત યોગેશભાઈ શિંગાળા નામના ૧૭ વર્ષના તરુણ પર યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ. કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવા બાબતે વાંકાનેરના રાહુલ બીપીન રાઠોડ નામના શખ્સે માથામાં સ્ટમ્પ મારી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ સુમિત શિંગાળા બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે રાહુલ રાઠોડ બોલિંગ કરતો હતો જેમાં અમ્પાયરે નો-બોલ આપતા રાહુલ સાથે માથાકૂટ કરી હતી. જે બાબતે સુમિત વચ્ચે છોડાવવા પડતા રાહુલે તેને માથામાં સ્ટમ્પ મારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.