સરકાર દ્વારા કોવેક્સિનના 2500 ડોઝ ફાળવાયા, વેક્સિનેશન શરૂ, 2.63 લાખ નાગરિકોને કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ બાકી - At This Time

સરકાર દ્વારા કોવેક્સિનના 2500 ડોઝ ફાળવાયા, વેક્સિનેશન શરૂ, 2.63 લાખ નાગરિકોને કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ બાકી


રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સરકાર પાસે કોવિશિલ્ડના 25000 ડોઝની માંગણી કરવામાં આવી છે જો કે આમ છતાં ડોઝની ફાળવણી કરાઇ નથી. જેની સામે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે રાજકોટને કોવેક્સિનના 2500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. હાલ શહેરમાં 10 હજારથી પણ વધુ લોકો કોવેક્સિન માટે ડ્યુ ડેટ ધરાવે છે ત્યારે જે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક છે તેમને આજથી આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 2.63 લાખ લોકો કોવિશિલ્ડનો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક થઇ ગયા છે. આવતા સપ્તાહે સોમવાર કે મંગળવારના રોજ કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.